Ads Area

Narendra Modi at Command and Control Center, Gandhinagar

 




18 April ,માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ગાંધીનગર ખાતે મુલાકાત અંગે સાંજે 6:00 વાગ્યાની join live you tube લીંક*
 
 *કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી ની મુલાકાત* 
 _ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી ની મુલાકાત તા.૧૮/૦૪/૨૦૨૨ સોમવાર,સાંજના :૬.૦૦ કલાકે લેવામાંઆવનાર છે_ 
ડીડી ગીરનાર,YOU TUBE, બાયસેગ ના માધ્યમથી પ્રસારણ થનાર છે. 
શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સ્વાભાવિક રીતે શિક્ષણ આપવું એટલે નવું શીખવું અને શીખવાડવું, ગુજરાત રાજ્ય ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા પ્રકલ્પો દ્વારા સમગ્ર દેશને નવો રાહ ચીંધેછે.અને શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ એટલે શિક્ષણ વિભાગ ગાંધીનગર સંચાલિત CCC (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર).
ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું માપન રાજ્ય કક્ષાએથી થાય તેવા અદ્ભૂત  પ્રકલ્પનું નિર્માણ એટલે CCC (કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર). ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલ (CCC)ની વિવિધ રાજ્યોના શિક્ષણ તજજ્ઞો મુલાકાત લઇ ચૂક્યા છે. સમગ્ર દેશનીશિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઇ જવા CCC એક માઈલસ્ટોન સાબિત થશે.
CCC ના માધ્યમથી ગુણોત્સવ 2.૦, પ્રવેશોત્સવ 2.૦, સ્કુલ એક્રેડીટેશન, ઓનલાઈન એટેન્ડન્સ, સ્કુલ રેડીનેસ, નિદાન કસોટી,એકમ કસોટી, FLN (પાયાની સાક્ષરતા ), શિક્ષક સજજતા સર્વેક્ષણ અને રાજ્યના CRC, BRC અને શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો સાથે વિડીઓ /ઓડીઓ કોલના માધ્યમથી દરરોજ મોનીટરીંગ કરવામાં આવે છે.
શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના સ્કુલ રીપોર્ટ કાર્ડ, વિદ્યાર્થી રીપોર્ટ કાર્ડ, G-SHALA APP, એકમ કસોટી, સત્રાંત કસોટી, વાંચન સ્પીડ, વોટ્સ એપ સ્વમુલ્યાંકન, હોમ લર્નિંગ, દીક્ષા, યુ ટ્યુબ, માઈક્રોસોફ્ટ ટીમ્સ વગેરે ડેટા ડેશબોર્ડમાંથી અનેક સ્તર(રાજ્ય,જિલ્લા,તાલુકા,ક્લસ્ટર,શાળા,વિદ્યાર્થી) સુધી ઉપલબ્ધ છે. આ સમગ્ર પ્રકલ્પને નિહાળવા માનનીય પ્રધાનમંત્રીશ્રી તા.૧૮/૦૪/૨૦૨૨ સોમવારના રોજ સાંજના ૬.૦૦ કલાકે મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબ બાળકો સાથે વાર્તાલાપ પણ કરવાના છે. ત્યારે શિક્ષણક્ષેત્રે રસ ધરાવનાર તમામ વાલીઓ, શિક્ષકો આ કાર્યક્રમ બહોળી સંખ્યામાં બાયસેગ,YOU TUBE ,ડીડી ગીરનાર વગેરેના માધ્યમથી આ પ્રસારણ જોઈ શકશે.
  માનનીય પ્રધાનમંત્રી શ્રી ની મુલાકત અન્વયે તમામ શાળાના શિક્ષકો , એસ.એમ.સી.ના સભ્યો શાળા સંચાલક મંડળ, શિક્ષક સંઘો , વાલીશ્રીઓ, તેમજ ધોરણ ૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ આ પ્રસારણ નિહાળવાના છે.
તમામ શાળાઓ મા તમામ બાળકો , વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો સુધી મેસેજ પહોંચાડવો...
તા.18/04/2022 ના રોજ માન. પ્રધાનમંત્રીશ્રીની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેની મુલાકાતના કાર્યક્રમની લિંક
Tags

Top Post Ad

Below Post Ad