વિષય- વિધાંજલી કાર્યક્રમ અંતર્ગત વિધાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત.
વિદ્યાંજલિ એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શાળાને સમાજ/સમુદાય અને ખાનગી ક્ષેત્ર સાથે જોડી વિદ્યાંજલી કાર્યક્રમ દ્વારા શાળાઓના વિકાસ કરવા અંગેની એક વિશેષ પહેલ છે. વિધાંજલિ કાર્યક્રમના માધ્યમથી વિવિધ સ્વયંસેવકો જેમ કે યુવા વ્યાવસાયિકો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સેવામાં રહેલા અને નિવૃત્ત શિક્ષકો/સરકારી અધિકારીઓ/વ્યાવસાયિકો, બિનસરકારી સંસ્થાઓ (NGO) અને અન્ય તમામ લોકો સાથે શાળાઓને જોડવામાં આવનાર છે.
આ કાર્યક્રમના અમલીકરણ માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. જવા માટે https://vidvanill.education.gov.in વેબસાઈટ વર્ડ પોર્ટલ પર જઈ શકાશે. શાળાએ પોતાની પ્રાથમિક માહિતી સાથે વિદ્યાંજલિ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવાની રહેશે નોંધણી પછી શાળાએ જરૂરી બાસયોગ માટે સેવા/પ્રવૃત્તિ અથવા અસ્કયામતો/સામગ્રી/સાધનોની વિગતો સાથેની રીક્વેસ્ટ પોસ્ટ કરવાની થશે. સ્વયંસેવકો કે જેઓ પોર્ટલ પર રજીસ્ટર થયેલા છે. તેઓ રીક્વેસ્ટ પોસ્ટના આધારે સેવા પ્રવૃત્તિ અથવા અસ્કયામતો/સામગ્રી/ઉપકરણની વિનંતી માટે પોર્ટલ પર તેમની રુચિ બતાવશે. શાળા દ્વારા સ્વયંસેવકને સેવા પ્રવૃત્તિ અથવા અસ્કયામતો/સામગ્રી સાધનોમાં ભાગ લેવા માટે અધિકૃત કરવામાં આવશે.
વિદ્યાંજલિ કાર્યક્રમ અંતર્ગત સેવા એટલે કે યોગા, આર્ટ એન્ડ ક્રાફ્ટ, વ્યાવસાયિક શિક્ષણ, ભાષા શિક્ષણ, વિશિષ્ઠ જરૂરીયાત ધરાવાતા બાળકોને સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી તૈયારીમાં મદદ માટે રીક્વેસ્ટ પોસ્ટ મૂકી શકશે.
આ ઉપરાંત કાઉન્સેલર્સ અને વિશેષ શિક્ષકો, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાઉન્સેલર્સ, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા, આરોગ્ય અને સ્વચ્છતા સંસાધનો, કન્યાઓ માટે સ્વરક્ષણ તાલીમ વગેરે જેવી બાબતો માટે સ્પોન્સરશીપની તેમજ શાળાને જરૂરી સાધન સામગ્રી જેમ કે, ભૌતિક સુવિધાઓ, ઇલેક્ટ્રિક સુવિધાઓ, ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વિવિધ પ્રકારના સંસાધન માટે રીક્વેસ્ટ પોસ્ટ કરી શકશે.
જિલ્લા કક્ષાએ કાર્યક્રમની અમલવારી તેમજ અસરકારક સંચાલન માટે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને જિલ્લા નોડલ અધિકારી તરીકે કામગીરી સંભાળવાની રહેશે. જિલ્લા માટેની લોગીન ડીટેલ રાજ્ય કચેરી તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિલ્લાની તમામ શાળાઓ પોર્ટલ પર રજીસ્ટર થાય તે જોવાનું રહેશે. વિશેષ માહિતી માટે પોર્ટલ પર USER MANIA શીર્ષક સાથે વિશેષ માહિતી આપેલ છે તેનો પણ અભ્યાસ કરી શકાશે. કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન મળી રહે તે માટે આ સાથે માર્ગદર્શિકા સામેલ છે.
ઉપરોક્ત બાબત ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને વિાંજલી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગે અને યોગદાન તેમજ સેવાઓ મેળવવા માટે આ સાથે સામેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી પ્રક્રિયા કરવા સુચના આપવા જણાવવામાં આવે છે.
મહત્વપૂર્ણ લિંક