પ્રાથમિક વિભાગને ‘પાસ પ્રમોશન’ - ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 1થી 8 સુધીના તમામ 51.25 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાશે
કોરોનાને લીધે 6-7 મહિના શિક્ષણકાર્ય ખોરવાયું હોવાથી સરકારનો નિર્ણય
ધો.5 અને 8ના બાળકોને પાસ કે નાપાસ કરવાના નિર્ણયનો પણ અમલ ટાળવામાં આવ્યો
કોરોનાકાળને પગલે રાજ્યભરના ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીમાંથી વાર્ષિક પરીક્ષા આપી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓને નપાસ કરવામાં નહીં આવે. જોકે ગત વર્ષ 2020માં ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓને પાસ કે નપાસ કરવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો હતો પરંતુ કોરોનાકાળને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષમાં તેની અમલવારી નહીં કરાય. ઉપરાંત વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે કુલ 200ને બદલે ચાલુ વર્ષે 160 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે.
રાજ્યભરના ધોરણ-5 અને 8ના અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ કરવામાં આવશે નહીં. આથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ કરવાના શિક્ષણ વિભાગના ગત વર્ષ-2020ના આદેશની અમલવારી થઇ શકશે નહીં. આથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે ગત વર્ષ-2020ના આદેશની અમલવારી કરવી કે નહી તેની મૂંઝવણ દૂર થઇ છે.
રાજ્યભરના ધોરણ-1થી 8ના કુલ-5125905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે નહી. જોકે ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શનિવારે પૂર્ણ થતાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોનું 35 દિવસીય ઉનાળુ વેકેશનનો પ્રારંભ આગામી તારીખ 9મી, મે-2022ના રોજ પ્રારંભ થશે.
પ્રથમ પરીક્ષા નહીં લેવાઈ હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં નહીં લેવાય
રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે કે નહી તેમ પૂછતા રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું છે કે કોરોનાના કારણે શૈક્ષણિક વર્ષના છથી સાત માસ બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓના નાપાસ કરાશે નહીં.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં 160 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે
કોરોનાની મહામારીને કારણે પ્રથમ શૈક્ષણિક સત્રમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. આથી વાર્ષિક પરિણામ તૈયાર કરવામાં 200ને બદલે માત્ર 160 ગુણમાંથી મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. કેમ કે પ્રથમ શૈક્ષણિક સત્રમાં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવી નહી હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં લેવાના રહેશે નહી.
without internet.
13/05/2022👇
*🔰 લેટેસ્ટ પરિપત્ર*
💥 *ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવા, વેકેશનનો સમયગાળો નક્કી કરવા તેમજ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા બાબત પરિપત્ર* ⤵️