Ads Area

GPSSB FHW Recruitment 2022 for 3137 posts Online Application

Important Links for GPSSB FHW Recruitment 2022




 *ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ  (GPSC) દ્વારા  3137 જગ્યાઓ માટે ફિમેલ હેલ્થ વર્કરની ભરતી ૨૦૨૨*

🔹 *GPSSB Female Health Worker Recruitment for 3137 Posts 2022*

‌✿ *જગ્યાનું નામ:-*
➥ ફિમેલ હેલ્થ વર્કર

*✥ જગ્યાની કુલ સંખ્યા:-*
➥ ૩૧૩૭

*❉ અરજી કરવાની અંતિમ તારીખ:-*
➥ ૧૦-૦૫-૨૦૨૨

👉 વધુ વિગતો માટે નીચેની લિંકની મુલાકાત લેશો.




પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી (ફકત મહિલા) ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટે માત્ર મહિલા (Female) ઉમેદવારો જ અરજી કરી શકશે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા ૨૬-૦૪-૨૦૨૨ (બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૧૦-૦૫-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SB E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૧૨-૦૫-૨૦૨૨ (રાત્રીના ૨૩-૫૯ કલાક સુધી) રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૨-૦૫-૨૦૨૨ રહેશે.(પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા.૧૦-૦૫-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો પેરેગ્રાફ-૧૯માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kh) અને Signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં scan કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોંધ લેવી.

1.1 અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ જાહેરાતમાં હવે પછીના ફકરાઓમાં દર્શાવેલ છે, તે સૂચનાઓ સહીત ઓનલાઇન અરજી ભરતાં પહેલાં ઉમેદવારે આ સમગ્ર જાહેરાત પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે.

૧.ર ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાના (અપલોડ કરવાના નથી પરંતુ, ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક અશકતતા (દિવ્યાંગતા હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો), માન્ય રમતગમત અંગેના (લાગુ પડતા હોય તો), વિધવા (જો હોય તો) તે અંગેના તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સમગ્ર વિગતો ભરવાની રહે છે, અન્યથા મંડળ નિમણુંક સત્તાધિકારી ધ્વારા અરજી અને ઉમેદવારી પસંદગી/નિમણુંક રદ કરવામાં આવશે. ઓનલાઇન અરજી કર્યા બાદ “એપ્લીકેશન નબર" જનરેટ થશે. ત્યારબાદ Confirm Application ઉપર click કરીને અરજી Confirm (કન્ફર્મ) કરવી ફરજીયાત છે. Confirm કર્યા બાદ જ અરજીનો ઓનલાઇન સ્વીકાર થશે, જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી અરજીપત્રકમાં ઓનલાઇન ભરેલી વિગતોની કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર મંડળ ધ્વારા ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામચલાઉ દાખલ (પ્રોવીઝનલ એડમીશન) કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં આવશે, જે પરીક્ષા બાદ પ્રોવીઝનલ રીઝલ્ટ જાહેર થયા બાદ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીને આધીન રહેશે.

1.3 લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ અને પસંદગીની પ્રક્રિયા આ જાહેરાતમાં હવે પછીના ફકરામાં દર્શાવ્યા મુજબની હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓપ્ટીકલ માર્કસ રીડીંગ (ઓ.એમ.આર.) પધ્ધતિની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે. આ હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓ.એમ.આર. પધ્ધતિની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવશે. જે અંગેનો પરીક્ષા કાર્યક્રમ અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ જોતા રહેવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે.

૧૪ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તેમજ ત્યારબાદની બધી જ સૂચનાઓ ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. થી આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં ઉમેદવારે મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી મોબાઇલ નંબર જાળવી રાખવો અનિવાર્ય રીતે જરૂરી છે. મોબાઇલ નંબર બદલવા અથવા બંધ થઇ જવાના કારણે અથવા અન્ય કોઇ પણ કારણોસર ઉમેદવારને એસ.એમ.એસ થી સુચના ન મળે તો તેની જવાબદારી ઉમેદવારની રહેશે, અને આવા કિસ્સામાં ઉમેદવાર પોતે નિમણુંક મેળવવા ઇચ્છતો । હોવાનું માનવામાં આવશે.



સ્પર્ધાત્મક પરીક્ષા બાદ પ્રોવીઝનલ રીઝલ્ટ અંગેની કાર્યવાહી મંડળ ધ્વારા કરવામાં આવશે જે અન્વયે પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં જે ઉમેદવારોનો સમાવેશ હશે, તેમને તેમના ઇ-મેઇલ ઉપર પ્રમાણપત્ર ચકાસણીની સુચનાઓ અને અન્ય સુચનાઓ આપવામાં આવશે.આ માટે અરજીમાં દર્શાવેલો ઇ-મેઇલ આઇડી જાળવી રાખવા અને સમયાંતરે જોતા રહેવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે.







Top Post Ad

Below Post Ad