Ads Area

Std 7 ni Exam New PrashnaPatra Sathe Yojva Babat


વિષય: નવા પ્રશ્નપત્રો સાથે ધો. ૭ની વાર્ષિક પરીક્ષા યોજવા બાબત.




સંદર્ભ: તા.૨૨/૦૪/૨૦૨૨ ની સીંગલ ફાઈલ પર મળેલ સૂચના

અન્વયે.

ઉપરોક્ત વિષય અને સંદર્ભે આપ સુવિદિત છો તેમ ધો.૭ ના તા.૨૨ અને ૨૩ એપ્રિલ-૨૦૨૨ નાં રોજ યોજાનાર વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા નવા પ્રશ્નપત્રો સાથે અનુક્રમે તા.૨૯ અને ૩૦ એપ્રિલ-૨૦૨૨ નાં રોજ યોજાશે. તા.૨૫ થી ૨૮ એપ્રિલ-૨૦૧૨ દરમ્યાન યોજાનાર જે તે વિષયની પરીક્ષા નવા પ્રશ્નપત્રો સાથે તે જ સમયગાળા દરમ્યાન યોજાશે. પરીક્ષાના પ્રશ્નપત્રો બાબતે નીચેની બાબતો ધ્યાને લેવા જણાવવામાં આવે છે,

(૧) અત્રેથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર થયેલ નવા પ્રશ્નપત્રોની સી.ડી. આજરોજ તમામ જિલ્લાના અધિકૃત વ્યક્તિએ જી.સી.ઈ.આર.ટી. ખાતેથી રૂબરૂ મેળવી લેવી.

(૨) દરેક જિલ્લાએ પોતાના તાલુકાની સંખ્યા મુજબ સી.ડી.ની નકલ કરી દરેક તાલુકાના બી.આર.સી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને એક સી.આર.સી.ની ટીમને સી.ડી.ની કોપી તા.૨૩/૦૪/૨૦૨૨ શનિવારનાં રોજ આપવી.

(૩) તાલુકાની આ ટીમે પોતાના તાલુકામાં જઈ જે દિવસે જે વિષયનું પ્રશ્નપત્ર હોય તેના

આગળના દિવસે બી.આર.સી. ભવન ખાતે દરેક સી.આર.સી. દીઠ જેટલી શાળાઓ છે તે અને તેમાં ધો. ૭ ની જે વિદ્યાર્થી સંખ્યા હોય તેને ધ્યાને રાખી ઝેરોક્ષ કોપી તૈયાર

કરી તેનું શાળાવાર પેકીંગ તૈયાર કરવાનું રહેશે,

(૪) શાળાવાર પેકીંગ થયેલ પ્રશ્નપત્રો સી.આર.સી. કો-ઓર્ડીનેટરે જે તે વિષયની પરીક્ષાનાં

આગળના દિવસે બી.આર.સી. ભવન ખાતેથી મેળવી લેવાના રહેશે.


ધોરણ 7 બાકીના બધા જ પેપર નવા આવશે. જુઓ ક્યુ પેપર ક્યાં વારે લેવાશે?

નવુ સમયપત્રક 25/04/2022 to 30/04/2022

(૪) શાળાવાર પેકીંગ થયેલ પ્રશ્નપત્રો સી.આર.સી. કો-ઓર્ડીનેટરે જે તે વિષયની પરીક્ષાનાં આગળના દિવસે બી.આર.સી. ભવન ખાતેથી મેળવી લેવાના રહેશે.

(૫) સી.આર.સી. કો-ઓર્ડીનેટર જે દિવસે જે વિષયનું પ્રશ્નપત્ર હોય તે દિવસે સવારે પોતાન ક્લસ્ટર પર જઈને પોતાના ક્લસ્ટરના તમામ મુખ્ય શિક્ષકોને તેની શાળાના પૈકીંગ આપવાનાં રહેશે. આ માટે ક્લસ્ટરના તમામ મુખ્ય શિક્ષકશ્રીઓને ક્લસ્ટર પર બોલાવી લેવાના રહેશે અને મુખ્ય શિક્ષકે પોતાની શાળામાં સમયસર પહોંચી પ્રશ્નપત્રનું પરીક્ષાના સમયપત્રક મુજબ વિતરણ કરવાનું રહેશે.

(૬) દરેક જિલ્લાનાં અધિકારીઓએ ઉપરોક્ત અંગે પોતાના બી.આર.સી., સી.આર.સી. અને મુખ્ય શિક્ષકોને માહિતગાર કરવાનાં રહેશે.

(૭) તમામ મુખ્ય શિક્ષકશ્રીઓને સુચના આપવી કે હાલ તેઓ પાસે જે પ્રશ્નપત્રોના સીલબંધ પેકેટ ઉપલબ્ધ છે તે શાળામાં રાખવાને બદલે પોતાના નિવાસ સ્થાને રાખવા અને જે દિવસે જે વિષયની પરીક્ષા હોય તે વિષયના પ્રશ્નપત્રના સીલબંધ પેકેટ શાળાએ લઈ જવાના રહેશે. વધુમાં આ અંગેની વિગતવાર સુચનાઓ આજરોજ આપની સાથે યોજાનાર વિડીયો કોન્ફરન્સ દરમ્યાન આપવામાં આવશે.

ધો.૭ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ૨૯,૩૦ એપ્રિલે પરીક્ષા યોજાશે


નવા પ્રશ્નપત્રો સાથે ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષા યોજવા બાબત પરિપત્ર  ડાઉનલોડ  કરો અહીં 
Tags

Top Post Ad

Below Post Ad